Fri,19 April 2024,6:41 am
Print
header

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોરોનાનો કહેર, જ્હોન અબ્રાહમ અને તેની પત્નીને થયો કોરોના- Gujarat Post

મુંબઇઃ કોવિડનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવતા વિશ્વભરની સરકારો સતર્ક છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશમાં સૌથી વધુ છે. અત્યાર સુધી ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. લેટેસ્ટ નામ જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલનું છે. જ્હોને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તે અને તેની પત્ની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

જ્હોન અબ્રાહમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'ત્રણ દિવસ પહેલા હું એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેના વિશે મને પછીથી ખબર પડી કે તે કોવિડ પોઝિટિવ છે. હવે પ્રિયા અને મને પણ કોરોના થઈ ગયો છે, અમે બંને હોમ ક્વોરેન્ટાઈનમાં છીએ. અમે કોઈના સંપર્કમાં નથી.અમને બંનેને રસી આપવામાં આવી છે, અમને ખૂબ જ હળવા લક્ષણો છે. તમે બધા તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો.માસ્ક પહેરવાનું રાખો.

બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસોમાં સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર કોરોનાનો શિકાર બન્યા છે. તાજેતરમાં ‘બેતાબ’ અને ‘અર્જુન’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર રાહુલ રવૈલ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ તેણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધો છે.

30 ડિસેમ્બરે નોરા ફતેહીએ તેના ચાહકોને કહ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે ડોક્ટરોની દેખરેખમાં તેની સારવાર કરાવી રહી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે વાયરસની તેના પર ખરાબ અસર પડી છે. શનિવારે, મૃણાલ ઠાકુરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને તેના કોરોના પોઝિટિવ થઇ હોવાના સમાચાર શેર કર્યાં હતા.

મહારાષ્ટ્રમાં પણ 11,877 નવા કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી 8036 કેસ એકલા મુંબઈના છે. દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે સકારાત્મકતા દર વધીને 4.59% થઈ ગયો છે. Omicron ના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1703 થી વધુ દર્દીઓ સામે આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch