Thu,25 April 2024,9:46 pm
Print
header

Johnson & Johnson ની કોવિડ -19 રસીને યુ.એસમાં મળી મંજૂરી, માર્ચના અંત સુધીમાં 2 કરોડ ડોઝ અપાશે

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોચ પર છે. જહોનસન એન્ડ જહોનસનની કોવિડ -19 રસીને યુ.એસમાં માન્યતા આપવામાં આવી છે. યુ.એસ એફડીએ દ્વારા ઇમરજન્સી વપરાશની મંજૂરી આપવામાં આવી હોય તેવી ફાઈઝર અને મોર્ડના પછી યુએસની આ ત્રીજી રસી છે. એફડીએના વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી કે કોવિડ-19 ના ચેપને રોકવા માટે આ રસીમાં અસરકારકતા છે.  

એફડીએ કહ્યું, જોનસન એન્ડ જોનસનની આ રસી ઉપયોગ માટે સુરક્ષિત છે. આ રસીનો બે ડોઝના બદલે માત્ર એક જ ડોઝ લેવો પડશે. માર્ચના અંત સુધીમાં બે કરોડ અને જૂન સુધીમાં 10 કરોડ ડોઝ પૂરા પાડવામાં આવશે.

અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો પાંચ લાખ સુધી પહોંચી ગયો છે. દેશમાં સંક્રમણ દરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 4.45 કરોડ લોકોને ફાઇઝર કે મોર્ડના દ્વારા રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. બે કરોડ લોકોને બીજો ડોઝ મળી ચુક્યો છે. નવા રાષ્ટ્રપતિ બાઇડેને સત્તામાં આવતાં જ કોરોના પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch