Fri,26 April 2024,5:16 am
Print
header

જુઓ વીડિયો, G-7 સમિટમાં મોદીનો દબદબો, અમેરિકી પ્રમુખ આવ્યાં સામેથી મળવા- Gujarat post

G-7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી

વડાપ્રધાન મોદીનું પ્રવાસી ભારતીયોએ ઉત્સાહભેર કર્યું હતું સ્વાગત  

જર્મનીઃ G-7 સમિટમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની 2 દિવસની મુલાકાતે છે. અહીં વડાપ્રધાન દુનિયાના ટોચના નેતાઓને મળ્યાં હતા. G-7 સમિટ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ તેમની મુલાકાત થઇ છે. ANI દ્વાર એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગ્રુપ તસવીર પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતે સામે ચાલીને પીએમ મોદી પાસે જઈને તેમનું અભિવાદન કરે છે. મોદી પણ તેમની સાથે મુલાકાત કરે છે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે G-7 સમિટમાં PM મોદીનું સ્વાગત કર્યું હતુ. સમિટની શરૂઆત પહેલા મોદીએ બાઈડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે હાથ મિલાવ્યો હતો. ગ્રુપ ફોટો માટે તમામ નેતાઓ ભેગા થયા હતા. આ કોન્ફરન્સને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે હું આજે G-7 સમિટમાં ભાગ લઈશ,જેમાં અમે વિવિધ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

G-7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંને ઉત્સાહપૂર્વક મળ્યાં હતા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં ગઈકાલે જર્મનીના મ્યુનિખમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું પ્રવાસી ભારતીયોએ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું હતું. ભારત ઉપરાંત G-7 સમિટના યજમાન જર્મનીએ આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને પણ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch