હિરોશિમાઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમનો ઓટોગ્રાફ માંગ્યો, કહ્યું તમારો એટલો ક્રેઝ છે કે મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઇએ, જણાવ્યું કે કેવી રીતે તેમને પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે વારંવાર લોકો તરફથી વિનંતીઓ મળી રહી છે. ક્વાડ મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઇડેન PM મોદી પાસે આવ્યાં અને કહ્યું કે તેમને PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુએસના નાગરિકો તરફથી વિનંતીઓનો પૂર મળ્યો છે, જેને કારણે તેઓ એક પડકારનો સામનો કરી રહ્યાં છે.
આ અવસર પર ત્યાં હાજર રહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પણ કંઈક આવી જ સ્થિતિની વાત કરી હતી. તેમણે કહ્યું કે સિડનીમાં પણ આવી જ માંગ થઇ રહી છે.
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીસે પણ આવો જ પ્રતિભાવ આપતા કહ્યું કે સિડનીમાં એક એવી જગ્યા છે જ્યાં 20,000 લોકો સ્વાગત માટે એકઠા થઈ શકે છે, પરંતુ તેઓ અત્યારે તેમની પાસે આવી રહેલી વિનંતીઓને પહોંચી વળવા સક્ષમ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં ક્વાડ સમિટ બેઠક દરમિયાન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને વૈશ્વિક વેપાર, નવીનતા અને વિકાસનું 'એન્જિન' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેની સફળતા અને સુરક્ષા સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીસે હાજરી આપી હતી.
મોદીએ કહ્યું, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સફળતા અને સુરક્ષા સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે, લોકતાંત્રિક સિદ્ધાંતોને આધારે આપણે આગળ વધવું જોઇએ. સંગઠિત પ્રયાસો સાથે, અમે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના અમારા વિઝનને વ્યવહારુ પરિમાણ આપી રહ્યા છીએ. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક ક્ષેત્રનું હબ બનશે. વેપાર, નવીનતા અને વૃદ્ધિએ 'એન્જિન' છે. ક્વોડ માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ તરફ કામ કરવાનું ચાલુ રાખશે.
નોંધનીય છે કે હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ ક્વોડ સમિટ ઓસ્ટ્રેલિયામાં 24 મેના રોજ યોજાવાની હતી. સિડનીમાં સૂચિત ક્વાડ દેશોના નેતાઓની બેઠક રદ કરવામાં આવી હતી, કારણ કે યુએસ પ્રમુખ જો બાઇડેને દેશમાં ગંભીર આર્થિક કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાત મુલતવી રાખી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
અમેરિકા નહીં નોંધાવે નાદારી, બાઇડેન અને રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થી વચ્ચે સમજૂતી- Gujarat Post | 2023-05-28 13:01:48
ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનિસે મોદીની કરી પ્રશંસા, કહ્યું- મોદી બોસ છે, તેમનું સ્વાગત કરવું નસીબની વાત છે | 2023-05-23 15:14:23
ગુયાનામાં એક શાળાના શયનગૃહમાં લાગી આગ, 19 બાળકોનાં મોત | 2023-05-23 08:32:43
પાપુઆ ન્યુ ગિનીમાં બોલ્યાં મોદી, કોરોનામાં પેસિફિક દેશોનું એકમાત્ર મદદગાર બન્યું હતુ ભારત | 2023-05-22 08:06:09
વિદેશમાં મોદીનો જલવો.... મોદીને પગે નમી ગયા પાપુઆ ન્યૂ ગીનીના PM જેમ્સ મરાપે | 2023-05-21 18:47:08
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07