Sun,08 September 2024,1:02 pm
Print
header

G-20 સમિટમાં હાજરી આપ્યાં બાદ જો બાઇડેન વિયેટનામ જવા થયા રવાના, અમેરિકી મીડિયામાં ભારતને લઇને લખાઇ આ વાતો- Gujarat Post

ફોટોઃ સૌ.એએનઆઇ

નવી દિલ્હીઃ G- 20 કોન્ફરન્સને લગતા સમાચાર વિશ્વભરના મીડિયામાં છવાઇ ગયા છે. આ સમિટમાં ભાગ લીધા બાદ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેન વિયેટનામ જવા રવાના થયા છે. અમેરિકન મીડિયાએ પણ G-20 સમિટને આગવી રીતે પ્રકાશિત કરી છે. અમેરિકાના કેટલાક મીડિયામાં લખાયેલા લેખોમાં ભારતીય મુત્સદ્દીગીરીની આડકતરી રીતે પ્રશંસા કરવામાં આવી છે. યુક્રેન યુદ્ધને કારણે સંયુક્ત ઘોષણા પર સર્વસંમતિ બનાવવી પડકારજનક હતી, પરંતુ ભારતે પોતાની રાજદ્વારી કૌશલ્યથી આ મુશ્કેલ કામ પાર પાડ્યું છે.

જો કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું, નવી દિલ્હીમાં G-20 પરિષદની સંયુક્ત ઘોષણામાં રશિયાના આક્રમક વલણ અને યુક્રેન યુદ્ધને લઈને તેના ક્રૂર વર્તનની નિંદા કરવામાં આવી નથી. યુક્રેનિયન લોકોની વેદના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું, ગયા વર્ષે બાલીમાં G-20 સંયુક્ત ઘોષણા, ઇન્ડોનેશિયાએ યુક્રેન પર રશિયાના આક્રમણની સખત નિંદા કરી હતી અને રશિયાને યુક્રેનની ધરતી પરથી તેના સૈનિકો પાછા ખેંચવા માટે આહ્વવાન કર્યું હતું.

અમેરિકન મીડિયાએ કહ્યું કે દિલ્હીમાં આયોજિત G-20 સંમેલનથી શું પ્રાપ્ત થયું છે, વૈશ્વિક દેવાના મુદ્દા પર ગરીબ દેશોની સમસ્યાઓને દૂર કરવા માટે વિશ્વ બેંક જેવી સંસ્થાઓમાં સુધારા કરવા પર સહમતિ બની હતી. ઉપરાંત આફ્રિકન યુનિયનનો G-20માં સમાવેશ કરોવામાં આવ્યો હતો અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સંવેદનશીલ દેશોને વધુ ધિરાણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોન્ફરન્સે વૈશ્વિક અર્થતંત્રોમાં સમાવેશ વધારવા માટે ડિજિટલ ટેક્નોલોજીના મહત્વને પણ માન્યતા આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch