Sat,20 April 2024,8:02 pm
Print
header

શું બાયડેન કમલા હેરિસને હટાવવાની તૈયારીમાં છે ? CNN ના અહેવાલથી અનેક તર્કવિતર્ક

વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડેન્ટ જો બાયડેન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચેના સંબંધોમાં તિરાડના સમાચાર છે, એક અહેવાલ મુજબ બંને વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઈ ગયા છે કે બાયડેન હવે હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાનું વિચારી રહ્યાં છે.દાવો કરાયો છે કે વ્હાઈટ હાઉસના મુખ્ય કર્મચારીઓએ કમલા હેરિસ અને તેમના સ્ટાફ પર ધ્યાન આપવાનુ બંધ કરી દીધુ છે. હેરિસના સહયોગીઓ વ્હાઈટ હાઉસમાં તેમની થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ છે, કહી રહ્યાં છે કે કમલા હેરિસને સાઈડ લાઈન કરવામાં આવ્યાં છે. બાયડેનની ટીમ માને છે કે ઉપપ્રમુખ અમેરિકન જનતા સાથે ખોટી રમતો રમી રહ્યાં છે.

બાયડેનની લોકપ્રિયતા તાજેતરના મહિનાઓમાં ઓછી થઈ છે,તેમની અપ્રૂવલ  રેટિંગમાં ઘટાડો થયો છે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની અપ્રૂવલ રેટિંગમાં વધુ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ બાયડેન અન્ય વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી શકે છે, કમલા હેરિસને પાછલા બારણેથી સુપ્રીમ કોર્ટમાં એક પદ પર નિયુક્ત કરી શકે છે. જો કે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે કોઈ મતભેદ નથી. સરહદ વિવાદને લઈને કમલા હેરિસ અને જો બાયડેન વચ્ચે મતભેદ હોવાના અહેવાલો આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch