Fri,19 April 2024,1:24 am
Print
header

બાઈડને કોરોનાને લઈને અમેરિકનોને કર્યાં એલર્ટ, આપી આ ચેતવણી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને ખતરનાક ગણાવ્યો છે. તેમણે યુવાઓ માટે ઘાતક બનનારા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે અમેરિકનોને ચેતવણી આપીને ઝડપથી રસી લેવાની અપીલ કરી હતી.

જો બાઇડને વ્હાઇટ હાઉસમાં પત્રકાર સંમેલન દરમિયાન કહ્યું કે કોરોનાનો નવો વેરેયિન્ટ રસી વગરના લોકોને ઝડપથી ઝપેટમાં લેશે. તેની તુલનમાં રસીકરણ થઈ ચૂકેલા લોકો વધુ સુરક્ષિત રહેશે. હજુ સુધી રસી નહીં લેનારા લોકો માટે આ ચિંતાનો વિષય છે. ખાસ કરીને નિષ્ણાતો પણ ડેલ્ટા વેરિયન્ટને ઘાતક ગણાવી રહ્યાં છે. કોરોનાનો એવો વેરિયન્ટ છે જે વધારે ઝડપથી ફેલાય છે અને ખાસ કરીને યુવાનો માટે ઘાતક પણ છે.

તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના ડેલ્ટ વેરિયન્ટને ચિંતાજનક પ્રકારના લિસ્ટમાં સામેલ કર્યો છે. કારણ કે આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાના આ વેરિયન્ટે  બ્રિટનમાં હાહાકાર મચાવ્યો હતો. અમરિકામાં કોરોનાના 3.35 કરોડથી વધુ કેસ સામે આવ્યાં છે. જ્યારે 6 લાખથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસમાં અમેરિકા મોખરે છે. જો કે હાલમાં કેસ ઘટી ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch