Fri,07 August 2020,2:43 am
Print
header

ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કરનારી પેટા કંપની ક્વાલકોમ વેન્ચર્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું કરશે રોકાણ

5G અને વાયરલેસ ટેક્નોલોજીમાં વિશ્વમાં અનોખી ક્ષમતાઓ ધરાવતી કંપની ક્વાલકોમનું જિયોની પહેલને અનુમોદન

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ("રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ") અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ ("જિયો પ્લેટફોર્મ્સ") દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે કે   વાયરલેસ ટેક્નોલોજીમાં અગ્રણી વૈશ્વિક કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યૂં પ્રમાણે આ મૂડીરોકાણ કરવામાં આવશે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર જિયો પ્લેટફોર્મ્સમાં ક્વાલકોમ વેન્ચર્સને 0.15 ટકા ઇક્વિટી હિસ્સો પ્રાપ્ત થશે.એડ્વાન્સ 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં અને ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ કક્ષાની સેવાઓ પૂરી પાડવા માટેની જિયો પ્લેટફોર્મ્સની સફરમાં આ રોકાણ ક્વાલકોમ અને જિયો પ્લેટફોર્મ્સ વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટા કંપની જિયો પ્લેટફોર્મ્સ નવી પેઢીનું અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકો સિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાન-પ્રદાન તથા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વ સમાવેશક વિકાસ-વૃદ્ધિનો લાભ મેળવી શકે.

ક્વાલકોમ વિશ્વમાં વાયરલેસ ટેક્નોલોજીમાં નીત નવા સંશોધનો કરનાર અગ્રણી કંપની છે, 5Gના વિકાસ, શરૂઆત અને વિસ્તાર પાછળ ચાવીરૂપ પરિબળ છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઉત્તરોત્તર વધતા 62 બિલિયન અમેરિકી ડોલરના ભંડોળ, 35 વર્ષનો સંશોધનોનો ઇતિહાસ અને 140,000 પેટન્ટ અને પેટન્ટ એપ્લિકેશન્સ સાથે ક્વાલકોમ ભારતીય ટેક્નોલોજી ક્ષેત્રને વિસ્તારવા અને નવા સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ક્વાલકોમ વેન્ચર્સ એવું વૈશ્વિક ફંડ છે જે 5G, AI, IoT, ઓટોમોટિવ, નેટવર્કિંગ અને એન્ટપ્રાઇઝ ક્ષેત્રમાં વાયરલેસ ઇકોસિસ્ટમ ધરાવતી કંપનીઓમાં મૂડીરોકાણ કરે છે. ભારતમાં ક્વાલકોમ વેન્ચર્સ ડેરી ઉદ્યોગથી લઈને વાહનવ્યવહાર અને સંરક્ષણ સુધીના સ્થાનિક ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરી ચૂક્યું છે ભારત તથા વૈશ્વિક બજાર માટે સર્વશ્રેષ્ઠ કક્ષાના ઉત્પાદનો તૈયાર કર્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકાર તરીકે ક્વાલકોમ વેન્ચર્સને આવકારતાં આજે હું ખૂબ જ ઉત્સાહિત છું. કેટલાય વર્ષોથી ક્વાલકોમ મૂલ્યવાન ભાગીદાર બની રહ્યાં છે અને મજબૂત તથા સુરક્ષિત વાયરલેસ અને ડિજિટલ નેટવર્ક ઊભું કરવાની દૂર દ્રષ્ટિ અમારી વચ્ચે સમાન છે. દરેક ભારતીયને ડિજિટલ કનેક્ટિવિટી મળે તે માટે તેની કુશળતાઓનો લાભ મળશે. વાયરલેસ ટેક્નોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરનાર ક્વાલકોમ આ ટેક્નોલોજીના ઊંડાણ સુધી પહોંચવામાં અને 5Gનું સપનું સાકાર કરવાની અમારી નેમ પૂરી કરવામાં પણ તેઓ મદદરૂપ બની રહેશે.ભારતના લોકો અને વેપાર-ઉદ્યોગ માટે ડિજિટલ ક્રાંતિનું નવું પ્રકરણ ઉમેરવામાં પણ સહાયક બની રહેશે."ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડના CEO સ્ટીવ મોલેનકોપ્ફે કહ્યું હતું કે "તમામ લોકો અને તમામ વસ્તુઓ માટે ડિજિટલ કનેક્ટિવિટીના લાભ વિસ્તારવાના સમાન લક્ષ્યો સાથે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે, જિયો પ્લેટફોર્મ્સ ભારતીય ગ્રાહકોને અત્યાધુનિક સેવાઓ અને અનુભવો પ્રદાન કરશે. અજોડ ઝડપ અને અદ્વિતિય અનુભવ આપનાર 5G આવનારા વર્ષોમાં દરેક ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકશે.અપ્રતિમ ડિજિટલ અને ટેક્નોલોજિકલ ક્ષમતાઓ સાથે જિયો પ્લેટફોર્મ્સે ભારતમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કર્યું છે. ભારતમાં લાંબા સમયથી અમારી હાજરી સાથે રોકાણ અને ટેક્નોલોજીના માધ્યમથી અમે ભારતની ડિજિટલ ઇકોનોમીમાં ક્રાંતિનું નવું પ્રકરણ ઉમેરવાના જિયોના વિઝનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છીએ.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->