જિગ્નેશ મેવાણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ
અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મેવાણી હાય હાય ના નારા લગાવવામાં આવ્યાં હતા. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જીગ્નેશ મેવાણી સામે વિરોધ જોવા મળ્યો છે.
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો ત્યારે બાદ પોલીસ પરિવારની પ્રતિક્રિયા આવી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરી લાગણી દુભાતા શબ્દોનો ઉપયોગ કરાતા પોલીસ વિભાગમાં રોષ છે, પોલીસ તંત્રને ઉશ્કેરણી જનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે મેવાણીએ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે લડી રહ્યાં છે.
પોલીસ પરિવારના આક્રોશ બાદ બીજી તરફ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા. પાટણ, વાવ અને થરાદમાં મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનની બહાર મોરચો માંડ્યો હતો. જીગ્નેશ મેવાણીના સમર્થમાં નીકળેલી રેલી થરાદ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિહ રાજપૂત સહિત કોંગ્રેસના નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. થરાદ કલેક્ટર કચેરીમાં બેસીને દારૂ જુગાર અને હપ્તા બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન મળ્યું હતું. પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનો કાર્યકરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસ અધિકારીઓ સામે કરેલા નિવેદનના સમર્થનમાં પાટણ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં. જેમાં લિસ્ટ આપ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
પાટડીના નાવીયાણી પાસે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બાઇકને ટક્કર મારીને વાહનચાલક ફરાર | 2025-12-11 09:52:53
રાજ્યમાં વધુ એક BLO ની તબિયત લથડી, સલાયામાં SIR ની કામગીરી કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો | 2025-12-10 19:28:39
ધુરંધર ફિલ્મના ડાયલોગથી વિવાદ: સંજય દત્તના સંવાદ પર જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજમાં રોષ | 2025-12-10 19:20:52
ચારિત્ર્ય પર શંકા અને ઘરેલું કંકાસમાં કરુણ અંત...બોટાદમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને કરી હત્યા | 2025-12-10 14:36:11