Tue,26 September 2023,4:49 am
Print
header

જીગ્નેશ મેવાણી સહિત 19 આરોપીઓને કોર્ટે ફટકારી 6 મહિનાની જેલની સજા- gujarat post

અમદાવાદઃ વડગામના વિપક્ષના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. તેની સાથે 19 આરોપીઓને મેટ્રો કોર્ટ દ્વારા 6 મહિના જેલ અને દંડ ફટકારાયો છે. મેવાણીને પહેલા મહેસાણાના કેસમાં 3 મહિનાની સજા અને દંડ ફટકારાયો હતો.અહીં તેને મંજૂરી વગર રેલી કાઢીને કાયદાનો ભંગ કર્યો હતો.

અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 21 એ 2016ના કેસમાં આ સજા આપી છે. ગુજરાત
યુનિવર્સિટીમાં કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા માટે પ્રદર્શન કરાયું હતુ, અને વિજય ચાર રસ્તા પર ભીડ ભેગી કરીને રસ્તા રોકવામાં આવ્યાં હતા. જેમાં કોર્ટે સજા ફટકારી છે.

અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ અને રસ્તો રોકવાના કેસમાં 19 લોકોને દોષિત ઠેરવ્યાં છે. જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રાકેશ મહેરીયા, ફિનાઈલ મેવાડા, અમિત ચાવડા, વિરલ મેવાણી, ભૂપત સોલંકી, ધૈર્ય પ્રિય, જય પરમાર, નરેશ પરમાર, ચંદ્રેશ વાણીયા, શાંતિલાલ રાઠોડ, ભરત પરમાર, યશ મકવાણા, કિરીટ પરમાર, રણજીત વાઘેલા, દિક્ષીત પરમાર, જગદીશ સોલંકી, કમલેશ સોલંકી, આશિષ રાઠોડનો સમાવેશ થાય છે. જો કે આરોપીઓને જામીન મળી ગયા છે અને કેટલાક આરોપીઓના મોત પણ થઇ ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch