ઉત્તર પ્રદેશઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નોઇડામાં વિશ્વના સૌથી ચોથા મોટા જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો છે. એરપોર્ટનું નિર્માણ ચાર તબક્કામાં કરવામાં આવશે.એરપોર્ટના નિર્માણ પાછળ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એરપોર્ટથી દિલ્હી-NCR ક્ષેત્રના કરોડો લોકોને ફાયદો થશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા, મંચ પર આવતાં પહેલાં મોદી જેવર એરપોર્ટના મોડલને જોયું હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યાં પછી મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હવે તો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પણ તૈયાર થવાનો છે.ભૂમિપૂજનની સાથે જ જેવર ઇન્ટરનેશનલ મેપ પર આવી જશે. આ એરપોર્ટ વિમાનોની જાળવણીના હિસાબે દેશનું સૌથી મોટું સેન્ટર હશે. જ્યાં 40 એકરમાં મેઇન્ટેનન્સ જેવી સુવિધાઓ હશે, દેશ-વિદેશને સર્વિસ આપશે અને યુવાઓને રોજગારી મળશે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ટરનેશનલ બજારો સાથે સીધા કનેક્ટ કરશે, વિશેષ રીતે નાના ખેડૂતો ઝડપથી ખરાબ થનારા પાકને ઝડપથી એક્સપોર્ટ કરી શકાશે. અમે હિંડન એરપોર્ટને મુસાફરો માટે ચાલુ કર્યું છે. જ્યારે એર કનેક્ટિવિટી વધે છે તો ટુરિઝમ પણ વધે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું મોદી-યોગી ઇચ્છતા તો 2017માં અહીં ભૂમિપૂજન કરી શક્યા હોત. ન્યૂઝપેપરોમાં ફોટો પણ છપાઇ જાત. અગાઉ રાજકીય લાભ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાહેરાતો થતી હતી, કાગળ પર યોજનાઓ બનાવવામાં આવતી હતી. પરંતુ અમે એવું કર્યું નથી કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા માટે રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રનીતિનો મામલો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03