Tue,23 April 2024,5:25 pm
Print
header

દિગ્ગજ રાજનેતા શરદ યાદવ આપણી વચ્ચે નથી રહ્યાં, 75 વર્ષની ઉંમરે નિધન, મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુખ

7 વખત લોકસભાના સાંસદ, 3 વખત રાજ્યસભાના સાંસદ બન્યાં હતા

નવી દિલ્હીઃ જેડીયુના પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી અને દિગ્ગજ રાજનેતા શરદ યાદવનું નિધન થયું છે, 75 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા છે, બિહારની રાજનીતિમાં વર્ષો સુધી તેમનો દબદબો રહ્યો હતો.તેમના નિધન પર પીએમ મોદી સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ભાજપ, કોંગ્રેસ અને જેડીયુ સહિતની પાર્ટીઓના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે. 

શરદ યાદવના પુત્રી સુભાષિનીએ ટ્વિટર પર સમાચાર આપ્યાં હતા. લખ્યું પાપા નહીં રહે...રાત્રે 9.30 વાગ્યે ફોર્ટિસ હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

1974માં પહેલી વખત જબલપુર લોકસભા બેઠક પર જીત્યાં હતા

4 વખત બિહારના મધેપુરા સીટથી સાંસદ રહ્યાં હતા 

કેન્દ્રિય મંત્રી પણ બન્યાં હતા શરદ યાદવ

જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં હતા 

શરદ યાદવ અનેક વખત સાંસદ અને મંત્રી રહી ચુક્યાં છે. થોડા સમય પહેલા નીતિશ કુમાર સાથે અનબનાવ થતા તેમને જેડીયુ છોડી દીધી હતી અને પોતાની પાર્ટી બનાવી હતી, જો કે આ પાર્ટીનો જનતા દળમાં વિલય કરી નાખવામાં આવ્યો હતો, તેમના પુત્રી હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટ કરીને શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કહ્યું કે મંડલ મસીહા, આદરણીય આરજેડી નેતા, મહાન સમાજવાદી નેતા અને મારા વાલી શરદ યાદવજીના  અવસાનથી હું દુખી છું.માતા અને ભાઈ શાંતનુ સાથે વાતચીત કરી. દુખની ઘડીમાં સમગ્ર સમાજવાદી પરિવાર તેમની સાથે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch