Fri,18 June 2021,2:48 am
Print
header

મોદી દેશ સંભાળી શકતા નથી અને ભાજપથી લોકો પરેશાન, JDU નેતાનું મોટું નિવેદન

પટનાઃ દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ તથા મોંઘવારીને કારણે લોકોની હાલત કફોડી બની છે ત્યારે જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજીક ગણાતા પૂર્વ ધારાસભ્ય મહેશ્વર યાદવે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, નીતિશ કુમાર દેશના પ્રધાનમંત્રી બને તો જયપ્રકાશ નારાયણની વ્યવસ્થા પરિવર્તનનું સપનું પૂરું થઈ જાય. દેશમાં મોંઘવારીથી જનતા પરેશાન થઈ રહી છે લોકો ભાજપથી ઘણા પરેશાન છે.

તેમણે એમ પણ કહ્યું કે આજે દેશમાં અરાજકતાનો માહોલ છે. પ્રધાનમંત્રી મોદી દેશ સંભાળી શકતા નથી આ સ્થિતિમાં જેડીયુએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવી જોઈએ, લોકો નીતિશ કુમારને આગામી પીએમ જોવા માંગે છે જેડીયુ-બીજેપી વચ્ચે ગઠબંધનને લઈને તેમણે કહ્યું આ ગઠબંધન માત્ર બિહારમાં છે, દેશમાં તો નથી. અમે ભાજપની નીતિથી 100 ટકા ખુશ નથી. જરૂરી વસ્તુઓની કિંમતમાં વધારાથી દેશની જનતા પરશાન છે કેન્દ્રની બીજેપી સરકારથી ખૂબ નારાજ છે. મહેશ્વર યાદવના આ નિવેદનથી બિહારના રાજકારણમાં ફરીથી સળવળાટ શરૂ થયો છે. જેડીયુમાં આવતા પહેલા તેઓ આરજેડીમાં હતા. 2015માં મુઝફ્ફરના ગાયઘાટથી તેઓ આરજેડીના ધારાસભ્ય હતા. બાદમાં નીતિશ કુમારના કહેવાથી જેડીયુમાં સામેલ થયા. નીતિશકુમારે તેમને 2020માં ટિકીટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા ત્યારે ભાજપની સહયોગી પાર્ટીઓના નેતાઓ પણ હવે મોદીની ઝાટકણી કાઢી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->