Wed,15 July 2026,12:21 am
Print
header

Big News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ અને તેમની ટીમ પર હુમલો, જાણો વધુ વિગતો

  • Published By Mahesh patel
  • 2026-07-02 22:04:16
  • /

અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચ પર મોટો હુમલો થયો છે.ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ આ હુમલો કરી દીધો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા માટે ત્યાં પહોંચી હતી. ત્યારે તેને પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર હુમલો કર્યો હતો, સામે આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. જો કે, આરોપીએ સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગેરકાયદેસર હથિયારોના કેસમાં હિસ્ટ્રીશીટર કલીમની પૂછપરછ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હતો. JCP શરદ સિંઘલ અને PI ઘાસુરા આરોપીની પૂછપરછ કરી રહ્યાં હતા ત્યાર આ બનાવ બન્યો હતો. સિંઘલે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતુ. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નોંધનિય છે કે આરોપી કલીમ પાસેથી 4 હથિયારો ઝડપાયા હતા અને તેની સામે કૂલ 30 જેટલા ગુના નોંધાયેલા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch