Thu,25 April 2024,12:30 pm
Print
header

જુઓ Video, ટોકયો 5.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરોની બહાર દોડી આવ્યાં

ટોક્યો: ગઈકાલે પાકિસ્તાનમાં આવેલા ધરતીકંપના આંચકા બાદ જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપના તીવ્ર આંચકા  અનુભવાયા છે. જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ભયથી ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગ્રેટર ટોક્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ટોક્યોની ન્યૂઝ એજન્સી ક્યોડો અનુસાર ભૂકંપમાં ઘાયલ થયેલા ત્રણ લોકોની હાલત નાજુક છે. શરૂઆતમાં તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 આંકવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને 5.9 કરી દેવામાં આવી હતી.

ભૂકંપને કારણે ઇમારતો ધ્રુજી ઉઠી હતી. અત્યારે જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ચિબા પ્રીફેકચરમાં ટોક્યોથી 80 કિલોમીટરપૂર્વમાં હોવાનું કહેવાય છે. સ્ટેટ ટેલિવિઝન એનએચકેએ તેની ઓફિસમાંથી એક વીડિયો બતાવ્યો છે જેમાં છત પરથી લટકતી વસ્તુઓ ઝડપથી આગળ વધી રહી છે. જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ ટ્વિટ કરીને સાવધાન રહેવા જનતાને વિનંતી કરી છે. ગઈકાલે પાકિસ્તાનમાં આવેલા 6 ની તીવ્રતાના ભૂકંપમાં 22 લોકોના મોત થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch