Sat,20 April 2024,7:40 am
Print
header

PM મોદીએ કહ્યું મારા મિત્ર શિંજોની જિંદગી બચી જાય તે માટે પ્રાર્થના, જાપાનના વડાપ્રધાને બોલાવી બેઠક- Gujarat Post

ટોકયોઃ જાપાનના પૂર્વ પીએમ શિંજો પર ભાષણ દરમિયાન જ હુમલો થયો છે, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે. શિંજો આબે પર નારા શહેરમાં ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે અચાનક નીચે પડી ગયા હતા. તેમના શરીરમાંથી લોહી નિકળી રહ્યું હતું. તેમને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે, બાદમાં તેમને હાર્ટએટેક પણ આવ્યો છે.

શિંજો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના પર થયેલા આ હુમલાને જાપાનની લોકશાહી પર થયેલો હુમલો ગણાવીને જાપાની વડાપ્રધાન ફ્યૂમિયો કિશિદાએ નીંદા કરી છે અને તાત્કાલિક બેઠક બોલાવીને ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.

પોલીસે 41 વર્ષના એક શખ્સને ઝડપી લીધો છે, જેનું નામ યામાગામી તેત્સુયા છે, જેની પાસેથી બંદૂક પણ મળી આવી છે તેની પૂછપરછ થઇ રહી છે. ભારતના પીએમ મોદીએ આ હુમલાની નીંદા કરી છે અને પ્રાર્થના કરતા કહ્યું છે કે મારા મિત્રની જિંદગી બચી જશે, ભગવાન તેમને જલદી સાજા કરી દે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch