નવી દિલ્હીઃ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે CJP ના અભિજીત દીપકેએ સોનમ વાંગચુકને પોતાના ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સોનમ વાંગચુકનું જીવન દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે તેમણે ભૂખ હડતાળ પૂરી કરી દેવી જોઈએ. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઉપવાસ પૂરા થવાનો મતલબ આંદોલનનો અંત નથી. દીપકેએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓ પૂરી ન થાય, ત્યાં સુધી જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રહેશે.
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે સોનમ વાંગચુકના ઉપવાસનો 25મો દિવસ છે અને ખોરાક વિના આટલા લાંબા સમય સુધી રહેવાથી તેમના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. તેમણે કહ્યું, "દેશને તેમની જરૂર છે. હું તેમને ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરું છું. પરંતુ આપણું શાંતિપૂર્ણ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી આપણી માંગણીઓ પૂરી ન થાય. તેમણે ઉમેર્યું કે જો સોનમ વાંગચુક ઉપવાસ પૂરા પણ કરી દે, તો પણ પ્રદર્શન ચાલુ રહેશે અને તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગથી પાછળ નહીં હટે.
દીપકેએ કહ્યું કે આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે, આંદોલન કે દેશની છબીને નુકસાન પહોંચે એવી કોઈ પણ પ્રવૃત્તિની મંજૂરી આપવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે આ આંદોલન મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકરના બતાવેલા અહિંસક માર્ગ પર ચાલશે. તેમણે સમર્થકોને પણ સંયમ જાળવી રાખવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ ધપાવવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આંદોલનનો હેતુ માત્ર જવાબદારી નક્કી કરાવવાનો છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24