Thu,25 April 2024,3:05 pm
Print
header

જાબુંના ઠળિયાથી થતો ફાયદો વાંચીને તમે ભૂલી જશો તેને ફેંકવાનું, જાણો કેવી રીતે કરવું સેવન- Gujarat Post

ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં દર્દીને હંમેશા બ્લડ સુગર કંટ્રોલ કરવાની ચિંતા રહે છે. દવાઓના સતત ઉપયોગથી પણ શરીર પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં, કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવીને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે, જાબુંના ઠળિયાને આ ઉપાયનો ખૂબ જ અસરકારક ભાગ માનવામાં આવે છે. જાબુંના ઠળિયાને ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા કહેવામાં આવે છે કારણ કે જાબુંના ઠળિયાના સેવનથી શરીરમાં બ્લડ સુગર કંટ્રોલ બહાર નથી જતી.જાંબુ ઉનાળામાં જ આવે છે. 

જાબુંના ઠળિયામાં શું છે, તેના સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જાંબોલીન અને જાંબોસિન એ જાંબુના ઠળિયામાં જોવા મળતા પોષક તત્વો છે, જે શરીરમાં પ્રવેશવાથી લોહીમાં સુગરનું ઉત્સર્જન ધીમું થઈ જાય છે, ઈન્સ્યૂલિનનું સ્તર વધે છે. તેના નિયમિત સેવનથી વધેલું બ્લડ શુગર થોડા દિવસોમાં જ ઓછું થઈ જશે,જો તમે દરરોજ સવારે ખાલી પેટ આ પાવડરને દૂધ અથવા પાણી સાથે લો છો, તો બ્લડ સુગર કંટ્રોલમાં રહેવાની શક્યતાઓ વધી જાય છે.

જાબુંના ઠળિયાનો પાવડર કેવી રીતે બનાવવો

- સૌથી પહેલા બજારમાંથી તાજા અને ઘાટા રંગના જાંબુ લાવો.
- તેને સારી રીતે ધોઈ લો અને ઠળિયા અને પલ્પને અલગ કરો.
- ઠળિયાને અલગથી ધોઈને સાફ કરો અને તડકામાં સૂકવવા માટે રાખો.
- થોડા દિવસ તડકામાં રાખ્યાં બાદ જો તે સારી રીતે સુકાઈ જાય તો તેનું વજન હલકું થઈ જાય છે.
- હવે તેની ઉપરની પાતળી ચામડી ઉતારી લો અને આ ઠળિયાને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લો.
- પાવડરને સ્વચ્છ બરણીમાં ભરીને દરરોજ એક નાની ચમચી પાવડર દૂધ સાથે લો.
- જો તમે જાબુંના ઠળિયાનો પાવડર દૂધ કે પાણી સાથે લેવા માંગતા ન હોવ તો તમે તેને સ્મૂધી બનાવીને અથવા અન્ય કોઈ શેક વગેરેમાં મિક્સ કરીને પી શકો છો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar