Fri,19 April 2024,6:29 pm
Print
header

જામનગરમાં પતિએ કરેલી શિક્ષિકા પત્નીની હત્યા કેસમાં થયો મોટો ખુલાસો

જામનગરઃ એક પતિએ શિક્ષિકા પત્નીની હત્યા કરી નાખી હતી જેમાં મોટો ખુલાસો થયો છે. ઘરેથી સ્કૂલે જતી શિક્ષિકા પત્ની કંઈ સમજે તે પહેલાં પતિએ તેના આડાસંબંધની શંકા રાખીને છરીના ઘા ઝીંકીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગઇકાલે બનેલા આ બનાવ વખતે મૃતકને બચાવવા વચ્ચે પડેલી એક અન્ય શિક્ષિકાને પણ હાથના ભાગે છરીના ઘા વાગ્યા છે

જામનગરમાં ગુલાબનગરની વૃંદાવન સોસાયટીમાં પ્રફુલ ભવાનભાઈ ડાભી અને પત્ની નીતાબેન તેમજ પુત્રી કવિતા એમ ત્રણ સભ્યનો પરિવાર સાથે રહેતા હતા. પતિ પ્રફુલે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પત્ની સ્કૂલે જવા નીકળી હતી. ત્યારે જ તેની હત્યા કરી નાખી હતી. છરી વડે હુમલો કરી દીધો હતો અને પત્નીની મોત થઇ ગયું હતુ.  

જામનગરમાં સ્વામિનારાયણનગરમાં રહેતા અને મકાન લે-વેચનો વ્યવસાય કરતા રતિલાલ ધારવિયાની ત્રણ પુત્રીઓ પૈકીની બીજા નંબરની પુત્રી મૃતક નીતાબેનના લગ્ન વર્ષ 2006માં અમરેલી જિલ્લાના બગસરાના  પ્રફુલ ડાભી સાથે થયા હતા. થોડો સમય બગસરા રહ્યાં બાદ પ્રફુલ પત્ની નીતા સાથે જામનગર રહેવા આવી ગયો હતો અહીં આવીને નીતાબેન પોતાની લાયકાતને આધારે જામનગર નજીકના થાવરિયા ગામે શિક્ષિકા તરીકે નોકરીએ લાગ્યા હતા.તેમની વચ્ચે કોઇ કારણસર ઝઘડા થતા હતા જેથી તેઓ થોડા દિવસથી પોતાના પિતાના ઘરે આવી ગયા હતા. પતિએ પત્ની નીતાબેનના ચારિત્ર્ય પર શંકા હતી, જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક નીતાબેન પંદર દિવસ પહેલા પિયરમાં જતા રહ્યાં હતા. શાળાઓનું વેકેશન પુરૂં થતા નીતાબેન પોતાના પિતાના ઘરેથી શાળાએ જવા નીકળ્યાં હતા. પિતા પોતાના સ્કૂટરમાં મહાપ્રભુજીની બેઠક સુધી મૂકી આવ્યાં હતા. અગાઉના આ નિત્યક્રમની જાણ પતિ પ્રફુલને હતી, જેથી સવારમાં જ આરોપી પ્રફુલ જ્યાં નીતાબેન અન્ય શિક્ષિકાઓ ઊભા હતા ત્યાં આવી પહોંચ્યો હતો અને છરી વડે હુમલો કરીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોતાની સહકર્મી શિક્ષિકા પર હુમલો થતાં જ હાજર રશ્મીબેન નામનાં શિક્ષિકાએ નીતાબેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપી પ્રફુલે રશ્મીબેન પર પ્રથમ હુમલો કરી ડાબા હાથના ભાગે છરી ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ પત્ની પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch