જામનગરઃ શહેરના ગુલાબનગર વિસ્તારમાં એક હત્યાના બનાવથી પોલીસ દોડતી થઇ ગઇ છે. સવારે મહાપ્રભુજીની બેઠક નજીક શાળાએ જતી શિક્ષિકા પત્નીની પતિએ હત્યા કરી દેતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે આરોપીને ઝડપીને ઘટનાની તપાસ હાથ ધરી છે. દંપત્તિ વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હોવાનું સામે આવ્યું છે.
ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા નીતાબેન પ્રફુલભાઈ ડાભી (ઉ.વ 40) નામની મહિલા સવારે નાના થાવરિયા ગામની શાળાએ નોકરી પર જતા હતા અને પાછળથી આવીને તેના પતિએ નીતાબેન પર અચાનક છરી વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતુ, છરીના બે-ત્રણ પ્રહાર શરીરના ભાગે થઇ જતાં પત્ની ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને મોત થયું હતું.
મૃતક શિક્ષિકા નીતાબેનના લગ્ન બાદ સંતાનમાં એક દીકરી છે. નીતાબેનના ભાઈ અમિત ધારવિયાના જણાવ્યાં પ્રમાણે નીતાબેન અને પ્રફુલભાઈ વચ્ચે અવાર-નવાર ઘરકંકાસને કારણે બોલાચાલી અને નાના મોટા ઝઘડા થતા હતા. કંઈ પણ કામ નહીં કરતા હોવાથી પતિ પ્રફુલ્લ ડાભી સાથે બોલાચાલી થતા નીતાબેન છેલ્લા 10 દિવસથી તેના પિતા રતિલાલ ધરવીયાને ત્યાં ગયા હતા. 7 જૂન 2021ના સોમવારે સ્કૂલ ખુલતા તેઓ નાના થાવરીયા શાળાએ નોકરી માટે નિકળ્યાં હતા. ત્યારે પતિ પ્રફુલ્લ ડાભીએ હુમલો કરીને તેમની હત્યા કરી દીધી છે.
આ ઘટનાને અંજામ આપી પતિ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસ દફતરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પતિએ જ પત્નીની હત્યા નીપજાવી હોવાનું સામે આવતાં પોલીસે તપાસ શરૂ કરીને હત્યારા પતિને દબોચી લીધો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29