Fri,19 April 2024,6:51 am
Print
header

ગુજરાતમાં પણ ઓમિક્રોનનો ડર ! જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઓમિક્રોન વેરિયન્ટની તપાસમાં લાગ્યું તંત્ર 

જામનગર: દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. કેંદ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. ઓમિક્રોનના ખતરા વચ્ચે સૌથી મહત્વના સમચાર સામે આવ્યા છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ  હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. હોસ્પિટલમાંથી નમૂના પૂણે લેબમાં મોકલાયા છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા વ્યક્તિને હાલ જીજી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયો છે.
 
નવા ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાતા જામનગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.નવા વેરીયન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર આરોગ્ય વિભાગની નજર રહેશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch