Thu,25 April 2024,2:04 pm
Print
header

જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કરના 3 આતંકીઓની ધરપકડ, મોટા હુમલાની ફિરાકમાં હતા

જમ્મુ-કાશ્મીરઃ છેલ્લા એક મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાએ ઓપરેશન તેજ કરી દીધું છે, કોરોનાની મહામારીની સ્થિતીમાં પણ ભારત સામે હુમલાનું ષડયંત્ર કરી રહેલા અનેક આતંકવાદીઓને સેનાએ ઠાર કરી દીધા છે, કાશ્મીરમાં આતંકવાદીઓનો એક અડ્ડો પણ મળી આવ્યો છે, હવે સેનાએ ત્રણ આતંકવાદીઓની હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે. 

કુપવાડામાં લોલાબના જંગલોમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ત્રણ આતંકીઓને ધરપકડ કરી લેવાઇ છે, તેમની પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત કરાયો છે, આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિતી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે અને તેઓને લશ્કરના અન્ય આતંકીઓએ ટ્રેનિંગ આપી હતી, શ્રીનગરમાં સેનાના જવાનો પર હાલમાં જ જે હુમલો થયો છે, તેમાં પણ આ આતંકવાદીઓનો જ હાથ હતો. સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, અન્ય આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch