Wed,24 April 2024,5:40 am
Print
header

જમ્મુ-કાશ્મીરમાં લેન્ડલાઇન ટેલિફોન સેવા ચાલુ, પાંચ જિલ્લામાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા શરૂ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાં ના 12 દિવસ બાદ અહી સ્થિતિ સામાન્ય થઇ રહી છે, કાશ્મીરના 22 જિલ્લામાંથી 5 જિલ્લામાં 2જી ઇન્ટરનેટ મોબાઇલ સેવા શરૂ કરી દેવામાં આવી છે, રાજૌરી, પૂંછ, રામબન, કિશ્તવાડ અને ડોડામાં હાલાત સામાન્ય બનતા છૂટછાટ આપવામાં આવી છે, બાકીનાં જિલ્લાઓમાં પણ થોડા દિવસોમાં ઇન્ટરનેટ શરૂ કરી દેવામાં આવશે, કેટલીક જગ્યાએ સ્કૂલો અને ઓફિસો પણ શરૂ થઇ ગઇ છે, કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસમાં સ્કૂલો-કોલેજો શરૂ કરી દેવામાં આવશે.

નોંધનિય છે કે કાશ્મીરમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં છે, જેને લઇને કેટલાક વિસ્તારોમાં હજુ ઇન્ટરનેટ સેવા બંધ છે, સાથે જ સુરક્ષા દળો દ્વરા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સ્થિતિ પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch