Tue,23 April 2024,9:41 pm
Print
header

જમ્મુ કશ્મીરમાં NIA ના દરોડા, જમાત-એ-ઈસ્લામીના 50થી વધુ સ્થળો પર દરોડા

શ્રીનગરઃ ટેરર ફંડિંગની આશંકામાં જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક સાથે 50થી વધુ લોકેશન પર દરોડા પાડ્યા છે. આ ઓપરેશનનો મુખ્ય ટાર્ગેટ આતંકીઓનું ફંડિંગ રોકવાનો છે. જમાત એ ઇસ્લામી નામના સંગઠનો પર એનઆઈએની નજર છે આ સંગઠનો દ્વારા આતંકીઓને થતી મદદ બંધ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે ઓપરેશન શનિવારથી શરૂ કરવામાં આવ્યું છે. 

રવિવાર સવારે પણ લગભગ પાંચ વાગ્યે NIAએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોની સાથે અલગ-અલગ લોકેશન પર દરોડા પાડ્યા હતા. સિનિયર ડીઆઇજી સાથે દિલ્હીથી ટીમ શ્રીનગર રવાના થઈ હતી. એનઆઈએનાં આ દરોડા 14 જિલ્લાઓમાં 45 થી વધારે સ્થળોએ પાડવામાં આવ્યાં છે. દરોડામાં ડિજિટલ એવિડન્સની સાથે અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.શ્રીનગર, બડગામ, ગંદરબાલ, બારામુલા, અનંતનાગ, શોપિયા, પુલવામા, કુલગામ, રામબાણ, દોડા, કિશ્તવાડ અને રાજૌરીમાં ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch