Fri,07 August 2020,4:10 am
Print
header

જમ્મુ-કાશ્મીરમાં પૂંછ Loc પર પાકિસ્તાને તોપમારો કર્યો, એક ભારતીય નાગરિક ઘાયલ

જમ્મુ-કાશ્મીર: કાશ્મીર મામલો સળગતો રાખવા માંગતુ પાકિસ્તાન કોઇને કોઇ રીતે ભારત સામે અવળચંડાઇ કરી રહ્યું છે,પૂંછ સરહદ પર રાતના સમયે પાકિસ્તાન સેનાએ તોપમારો કર્યો હતો, જેમાં એક ભારતીય નાગરિક ઘાયલ થયો છે,જેને હોસ્પિટલ ખસેડાવમાં આવ્યો છે. શાહપુર કિરની વિસ્તારમાં પાકે તોપમારો કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જો કે ભારતીય સેનાએ પણ સામે ફાયરિંગ કરીને પાકિસ્તાની સેનાને જવાબ આપ્યો છે.

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કર્યા પછી પાકિસ્તાન સરહદ પર તંગદીલી ફેલાવી રહ્યું છે, પાક સૈનિકો દ્વારા સતત સરહદ પર સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, ફાયરિંગની આડમાં તેઓ ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યાં છે, જેમાં ભારતીય સેનાએ કેટલાક આતંકીઓને ઠાર પણ કરી દીધા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->