Tue,26 September 2023,5:30 am
Print
header

અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સેનાના કર્નલ સહિત 5 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ મનપ્રીતસિંહ, મેજર આશિષ સહિત 5 જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ માહિતી આપી હતી કે, કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કમાન્ડિંગ કર્નલ અને રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના એક મેજર શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીર ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ શહીદ થયા છે. બાતમીને આધારે આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા ગયેલા જવાનો પર ફાયરિંગ થયું હતુ.

પોલીસે માહિતી આપી હતી કે અગાઉ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘાયલ થયા હતા. મંગળવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નરલા વિસ્તારમાં શરૂ થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે. જુદી જુદી અથડામણમાં સેનાના 5 જવાનો શહીદ થયા છે.

રાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રદ્ધાંજલિ આપી

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંન્હાએ જમ્મુ અને કાશ્મીરના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટને શ્રદ્ધાંજલિ આપી, જેમણે અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જીવ ગુમાવ્યો છે.

સુરક્ષા દળોએ યુદ્ધ સામગ્રી જપ્ત કરી

અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે ચાલી રહેલા અથડામણમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનના નિશાનોવાળી દવાઓ સહિત મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી પણ મળી આવી છે. સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે કહ્યું કે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ 7 સપ્ટેમ્બરથી બે આતંકવાદીઓ પર નજર રાખી રહી હતી.

સૈનિકોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને 12 સપ્ટેમ્બરના રોજ ભારે ગોળીબાર થયો હતો, જેમાં તે રાત્રે એક આતંકવાદી માર્યો ગયો હતો. ખરાબ હવામાન અને દુશ્મન પ્રદેશ હોવા છતાં 13 સપ્ટેમ્બરની સવારે ભારે ગોળીબાર વચ્ચે બીજા આતંકવાદીનો પીછો કરીને માર્યો હતો. આ પછી અમે પાકિસ્તાનના નિશાનો સાથે મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી અને દવાઓ પણ મેળવી લીધી છે.

રાજૌરીમાં પણ અથડામણ

છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાંથી આ બીજા એન્કાઉન્ટરના સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારે રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી જે હજુ પણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેના અને પોલીસે મળીને 2 આતંકીઓને ઠાર કર્યાં છે. પરંતુ ભારે ગોળીબાર વચ્ચે એક જવાન શહીદ થયા હતા અને ત્રણ જવાન ઘાયલ થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch