Wed,24 April 2024,8:43 am
Print
header

જામજોધપુરમાં સગર્ભા મહિલાએ ચાલુ ટ્રેને પુત્રને ફેંકીને પોતે ઝંપલાવ્યું

જામનગરઃ જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રેન નીચે એક સગર્ભા મહિલાએ પોતાના પાંચ વર્ષના પુત્રને ફેંકીને પોતે ઝંપલાવતા માતા-પુત્રના કમકમાટીભર્યું મોત થયા છે. મૃતકના પતિ રેલ્વેમાં નોકરી કરે છે. આ બનાવને લઇને જામજોધપુર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. જામનગર રેલ્વે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જામજોધપુરમાં રેલ્વે સ્ટેશન નજીક ટ્રોલી મેન તરીકે ફરજ બજાવતા કર્મચારી યોગેશભાઈ ભેડાના (ઉ.વ.35) પત્ની સોનલબેન ભેડા (ઉ.વ.30) જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પાસેની રેલ્વે લાઇન પરથી પસાર થઈ રહેલી પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેનના એન્જિન નીચે પહેલા તેમના પાંચ વર્ષના પુત્ર મયંકને ફેંકી દીધો હતો, બાદમાં પોતે ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં બન્નેના ઘટના સ્થળે પર જ મોત નિપજયા હતા.આ બનાવને લઇને અહીં ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

જામજોધપુર પોલીસને જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, આ બનાવ રેલ્વેની હદમાં હોવાથી જેતલસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, માતા-પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પતિ યોગેશને જામજોધપુર બોલાવીને પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch