Mon,13 April 2026,2:16 pm
Print
header

ગુજરાતના આ શહેરમાં ACB ટ્રેપઃ 4,52,000 રૂપિયા લેતા પકડાયા સરકારી બાબુ

  • Published By Mahesh patel
  • 2026-04-02 19:58:25
  • /

આરોપીઃ વિજયકુમાર બાબુલાલ મીના, મદદનીશ ઇજનેર, ઇલેકટ્રીક શાખા, સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટ, જામનગર (વર્ગ-) લાંચ લેતા ઝડપાયા

જામનગરમાં એસીબીએ કર્યું ઓપરેશન 

ટ્રેપનું સ્થળઃ સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટની કચેરી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ,

જામનગરઃ ફરીયાદીના મિત્રની લાખાબાવડ ગામના પાટીયાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર તથા ડબ્લ્યુ.એચ.ઓ. દ્વારા સયુંકતમાં નવનિર્માણ થઇ રહેલા દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઇલેકટ્રીકની કામગીરી હતી, દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બી.એસ.એફ મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેકટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ મળેલો હતો.

ઇલેકટ્રીક કામગીરીના બીલ મંજુર કરવા પેટે આ સરકારી બાબુએ રૂબરૂમાં લાંચની માંગણી કરેલી, જે લાંચની રકમ ફરીયાદીના મિત્ર આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

જેમાં લાંચની રકમ 4 લાખ 52 હજાર લેતા આ સરકારી બાબુ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા અને એસીબીએ તેમની સામે વધ કાર્યવાહી શરૂ કરી છે.

ટ્રેપીંગ અધિકારી: આર.એન.વિરાણી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ 

સુપરવિઝન અધિકારી: જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ 

ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch