Tue,29 April 2025,12:17 am
Print
header

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેનાની મોટી કાર્યવાહી, ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર

(ફાઇલ ફોટો)

જમ્મુ-કાશ્મીરઃ સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ આતંકીઓનો સફાયો કરાયો છે. આ ત્રણેય આતંકવાદીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ હતુ, તેઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ માટે કામ કરતા હતા અને કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા.

સેનાએ જંગલ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધર્યું હતુ, જે માટે હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવાઇ હતી, એન્કાઉન્ટર સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે.

સેનાએ છેલ્લા 20 દિવસામાં કુલ 5 આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. પાકિસ્તાન સ્થિતી આતંકવાદી સંગઠનો આતંકીઓને તૈયાર કરીને ભારતમાં મોકલી રહ્યાં છે, સામે ભારતીય સેના આતંકવાદને જડબાતોડ જવાબ આપી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch