Thu,25 April 2024,8:02 pm
Print
header

જયપુરમાં જાહેરમાં ક્રૂર હત્યા, પહેલાં ઢસડીને માથામાં ગોળી મારીને પથ્થરથી માથું છૂંદી નાખ્યું

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં ધોળા દિવસે કોઇની હત્યા કરી દેવાઇ છે. બનીપાર્કમાં પાંચથી છ બદમાશોએ મિત્રો સાથે સ્કૉર્પિયોમાં બેઠેલા યુવકના હાથ પર ગોળી મારી હતી. લોહીલૂહાણ થયેલો યુવક ગાડીમાંથી નીચે ઉતરીને ભાગ્યો હતો. બાદમાં બે બંદૂકમાંથી ફાયરિંગ કરાયું હતુ, બદમાશોએ યુવકને પકડીને ઢસડીને એક ચાની કેબિન પર લઈ ગયા હતા.

પછી યુવકના માથામાં ગોળી મારી બાદમાં બદમાશોએ મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલી પોલીસને અડધો ડઝન જેટલા ફૂટેલા કારતૂસના ખોખા મળી આવ્યા હતા. રામ મંદિર નજીક સૂતમીલ ફાટક પાસે આ બનાવ બન્યો હતો. અજય યાદવ (ઉ.વ 42) સૂતમીલ ફાટક પાસે ચા પીવા માટે ગયો હતો. તેનો મિત્ર સૌરભ પણ સાથે હતો.બંને ચા પીને સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા. ટુ-વ્હીલર પર આવેલા બદમાશોએ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા અજય પર ફાયરિંગ કરી દીધું હતું.

આ પહેલા આરોપીઓ સામે 10-12 મારપીટના કેસ દાખલ હતા. જે રીતે હત્યા કરવામાં આવી છે તેને જોતા પોલીસને બદલાની ભાવનાથી અજયની હત્યા કરાઇ હોવાની આશંકા છે. પોલીસે હુમલાખોરોને ઝડપવા માટે સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch