Sat,20 April 2024,6:54 pm
Print
header

IAS, IPS અધિકારીઓ પણ દારૂ પીવે છે, તમારામાં તાકાત હોય એટલો દારૂ પીવો, આપ નેતાનો બફાટ- Gujaratpost

વિશ્વમાં 196 દેશોમાં દારૂ પીવાની છૂટ છે

ભારતમાં પણ દારૂ ઉપર પ્રતિબંધ નથી તો ગુજરાતમાં દારૂબંધી કેમ ?

વેરાવળઃ ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તમામ પક્ષોના નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલ વાળા પણ પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે, દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ગુજરાતના લોકોને દારૂ પીવાની સલાહ આપી રહ્યાં છે. વીડિયોમાં તેઓ કહે છે કે દારુ ખરાબ નથી. દારૂ આપણને ન પીવો જોઈએ આપણે દારૂ પીવો જોઈએ. જાહેર મંચ પરથી બફાટ કરતા આપના નેતા જગમાલ વાળાએ જણાવ્યું કે, છૂટથી માત્ર ગુજરાતમાં જ લોકો દારૂ નથી પી શકતા, આપણે દારૂ પીવો જ જોઈએ, અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે. વિશ્વમાં 800 કરોડની વસ્તી છે, વિશ્વમાં 196 દેશોમાં દારૂ પીવાની છૂટ છે, ભારતમાં દારૂ પર પ્રતિબંધ નથી ત્યારે ફક્ત ગુજરાતમાં દારૂબંધી કેમ ? IAS, IPS અધિકારીઓ દારૂ પીવે છે. તમારામાં તાકાત હોય એટલો દારૂ પીવો.'

વિવાદ થતા આ અંગે ખુલાસો કરતા નેતાજીએ જણાવ્યું કે, 'રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂ પિવાય છે. લઠ્ઠાકાંડમાં વારંવાર યુવાનો મરે છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી મુલાકાતે ગયા હતા પરંતુ ભાજપના એક પણ નેતાએ આ ગામની મુલાકાત ન લીધી. અમારી સભામાં પણ 40-50 લોકો દારૂ પીને આવે છે. જેથી અમે પોલીસને જાણ કરીને જઇએ છીએ. દારૂ પીવો ખોટી બાબત નથી, વિશ્વની 800 કરોડ વસ્તી દારૂ પીવે છે, એમાં માત્ર ગુજરાતની સાડા છ કરોડની વસ્તીમાં જ દારૂબંધી છે, જો કે રાજ્યમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે, પોલીસને ઓછો પગાર આપીને આ દૂષણ ફેલાવાય રહ્યું છે. દારૂ મળી જ રહે છે. પરંતુ છૂટથી લોકો પીવે તેવું હોવું જોઇએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch