Sat,18 January 2020,11:50 am
Print
header

ISROની વધુ એક સિદ્ધી, ભારત અને અન્ય ચાર દેશોના 10 સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ, વાયુસેનાની તાકાત વધશે

શ્રીહરિકોટા: ઇસરોએ વધુ એક સિદ્ધી મેળવીને દેશનું નામ રોશન કર્યું છે, એક સાથે 5 દેશોનાં 10 સેટેલાઇટનું સફળતા પૂર્વક લોન્ચિંગ કર્યું છે, PSLV-C-48 રોકેટથી સેટેલાઇટનું લોન્ચિંગ કરાયું છે, જેમાં ભારતના રીસેટ- 2BR1નો પણ સમાવેશ થાય છે. જેને રડાર ઇમેજિંગ સેટેલાઇટ કહે છે, તેનાથી ભારતીય વાયુસેનાને દુશ્મનો સામેના ઓપરેશનમાં મદદ મળશે, આ સેટેલાઇટ રાતના અંધારામાં અને વાદળોમાં પણ સ્પષ્ટ ફોટો લઇ શકે છે, આજે  અમેરિકા ના 6, જાપાન, ઇઝરાયલ અને ઇટાલીના એક-એક સેટેલાઇટ લોન્ચ કરાયા છે.

સેટેલાઇટના હાઇ રિઝોલ્યુશન કેમેરા જમીન પરની ગતિવિધીઓ કેદ કરીને વાયુસેનાને મોકલશે, જેથી બાલાકોટ જેવા ઓપરેશન સરળતાથી કરી શકાશે, એલઓસી પર આતંકીઓની ઘૂસણખોરી અને પીઓકેમાં તેમના અડ્ડાઓની હવે સરળતાથી માહિતી મળશે, આ સાથે જ ઇસરોએ 1999થી અત્યાર સુધી દેશ-વિદેશના 319 સેટેલાઇટ અંતરિક્ષમાં સ્થાપિત કરવાનો નવો રેકોર્ડ બનાવી લીધો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->