Sat,20 April 2024,3:07 pm
Print
header

ઈઝરાયલે યેરુશલમ પાસે રિપોર્ટિંગ કરતા અલઝઝીરાની મહિલા પત્રકારને બંદી બનાવ્યાં

જેરુસલેમઃ ઈઝરાયલની બોર્ડર પોલીસે અલઝઝીરા ટીવી ચેનલની એક મહિલા પત્રકારની ધરપકડ કરી છે. આ મહિલા પત્રકાર યેરુશલમ પાસે રહેતા યહૂદીઓને હટાવવા મુદ્દે રિપોર્ટિંગ કરતા હતા.જો કે બાદમાં તેમને છોડી મુકવામાં આવી હતી.
અલઝીઝારા ચેનલમાં દાવો કરવામાં આવ્યો કે પોલીસે તેના કેમેરામેનનો કેમરો અને અન્ય ઉપકરણ પણ તોડી નાંખ્યા છે. અલઝઝીરા માટે યેરુશલમમાં બ્યૂર ચીફ વાલિદ ઉમેરીએ કહ્યું પત્રકારનો હાથ પણ તૂટી ગયો છે તેને ઈદાસ્સાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે આ મહિલા પત્રકાર નિયમિત રીતે રિપોર્ટિંગ માટે અહીં આવતી હતી.

તેમણે કહ્યું આ મહિલા પત્રકાર જ્યારે ફિલિસ્તાની વસતીમાં કવરેજ કરતી હતી ત્યારે બોર્ડર પોલીસે તેને આઈકાર્ડ બતાવવા કહ્યું હતું. જે બાદ તેણે ડ્રાઇવરને બોલાવીને આઈકાર્ડ મંગાવ્યું હતું. પરંતુ ઈઝરાયલ બોર્ડર પોલીસે તેને મંજૂરી આપી ન હતી અને તેની ધરપકડ કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch