Wed,29 November 2023,12:43 am
Print
header

આ ભયાનક સ્થિતિ છે... ગાઝામાં અત્યાર સુધીમાં 10328 લોકોનાં મોત, ઇંધણની અછતને કારણે સ્થિતિ ગંભીર બની

  • ગાઝા પર હુમલા યથાવત, મૃત્યુઆંક 10,328 પર પહોંચ્યો
  • ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં 160 આરોગ્ય કર્મચારીઓ પણ માર્યાં ગયા
  • લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલી જમીની લડાઈમાં 30 ઈઝરાયેલ સૈનિકો માર્યાં ગયા

હમાસઃ ઇઝરાયેલી દળો મંગળવારે ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા શહેરમાં પ્રવેશ્યા હતા, હવે શહેરના મધ્યમાં હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યાં છે. ઇઝરાયેલની ટેન્ક શહેરની સરહદ પર તૈનાત છે અને તેઓ ગોળીબાર કરી રહ્યાં છે. આ પહેલા શહેર પર માત્ર હવાઈ હુમલા થતા હતા. ગાઝા પટ્ટીની સરહદે આવેલી ઈઝરાયેલી સેનાના સધર્ન કમાન્ડના વડા મેજર જનરલ યારોને કહ્યું કે અમે પહેલીવાર ગાઝા સિટીના કેન્દ્રમાં લડાઈ કરી રહ્યાં છીએ. ઈઝરાયેલની સેના દર કલાકે આતંકવાદીઓને મારી રહી છે અને તેમના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. ગાઝા સિટીમાં પ્રવેશતા પહેલા ઇઝરાયેલની સેનાએ નાગરિકોને ત્યાંથી જવા માટે ચાર કલાકનો સમય આપ્યો હતો.

  • ચિંતાતુર લોકોની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઇ

ગાઝા શહેરમાં રહેતા લોકોની હાલત ખરાબ છે અને શહેરની શિફા હોસ્પિટલ દર્દીઓથી ભરેલી છે, અન્ય હજારો લોકોએ પણ ઈઝરાયેલના હુમલાથી બચવા માટે ત્યાં આશરો લીધો છે, પરંતુ આ થાકેલા, ભૂખ્યા અને ચિંતિત લોકોની આંખોમાં ઊંઘ ઉડી ગઈ છે. આ લોકો હંમેશા ઈઝરાયેલના હુમલાથી ડરે છે.

હોસ્પિટલમાં આશ્રય લઈ રહેલા લોકોનું કહેવું છે કે અમે ઊંઘી શકતા નથી, સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખબર નથી કે તેઓ બચશે કે નહીં.ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં પણ હુમલાઓ ચાલુ છે, જ્યાં ઈઝરાયેલની સેનાએ ઉત્તરથી લોકોને એમ કહીને મોકલ્યાં હતા કે તેઓ ત્યાં સુરક્ષિત રહેશે. દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને રફાહ શહેરો પર મંગળવારે ઇઝરાયેલના હુમલામાં 23 લોકો માર્યાં ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

  • ગાઝામાં અત્યાર સુધીમાં 10328 લોકોનાં મોત

ગાઝામાં કુલ મૃત્યુઆંક વધીને 10,328 થયો છે. મૃતકોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળ કામ કરતા 160 સ્વાસ્થ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. વેસ્ટ બેંકમાં 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યાં ગયા છે. જ્યારે લેબનોનની સરહદ પર ઇઝરાયેલની સેના અને હિઝબુલ્લાહ લડવૈયાઓ વચ્ચે લડાઈ ચાલુ છે.60 હિઝબુલ્લાહ લડવૈયાઓ માર્યાં ગયા છે. ગાઝામાં લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલી જમીની લડાઈમાં 30 ઈઝરાયેલ સૈનિકો માર્યાં ગયા છે.

  • એનેસ્થેસિયા વિના બાળકો માટે મગજની સર્જરી

ગાઝામાં ઈઝરાયેલના હુમલાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે બાળકોના મગજ અને હૃદયના ઓપરેશન એનેસ્થેસિયા વિના હોસ્પિટલોમાં કરવા પડે છે. તેમના ઘા ધોવા માટે પુરતા શુદ્ધ પાણી નથી. ઘણી હોસ્પિટલોમાં આ કામ સૂર્યપ્રકાશમાં કરવું પડે છે કારણ કે ત્યાં વીજળી નથી.આ સ્થિતિમાં વેન્ટિલેટર વડે દર્દીઓના શ્વાસને જાળવવો સૌથી મોટો પડકાર બની ગયો છે.

  • ઈંધણની અછતને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ

ગાઝામાં કાર્યરત સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું છે કે એક મહિનાથી ડીઝલ અને પેટ્રોલના પુરવઠાના અભાવને કારણે સ્ટ્રીપમાં સેવાઓ ઠપ થવાના આરે છે.ગાઝા પહોંચેલી રાહત સામગ્રીના 569 ટ્રકમાંથી એક ટીપું પણ ઈંધણ આવ્યું નથી. ઇંધણની અછતને કારણે આ વિસ્તારમાં બેકરીઓ પણ કામ કરી રહી નથી, જેના કારણે આ વિસ્તારમાં ભયંકર કટોકટીની સ્થિતિ સર્જાઈ રહી છે.લોકોને ખાવાનો સામાન અને પાણી પણ પુરતું મળી રહ્યું નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch