ગાઝાઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આખરે સંઘર્ષ વિરામ પર સહમતિ બની હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યુ છે. અંદાજે 11 દિવસ સુધી તણાવભર્યો માહોલ રહ્યાં બાદ સહમતિ બનતાં સમગ્ર વિશ્વએ રાહતનો દમ લીધો છે. કારણ કે આ લડાઈ વિશ્વ યુદ્ધમાં બદલાવાની આશંકા સતત હતી. ઈઝરાયલના મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રધાનમંત્રી બેંજામિન નૈતન્યાહુના સુરા મંત્રીમંડળે ગાઝા પટ્ટીમાં સૈન્ય અભિયાનને રોકવા સંઘર્ષ વિરામને મંજૂરી આપી દીધી છે.
હમાસના એક અધિકારીએ સીઝફાયરની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષ વિરામ શુક્રવારે રાત્રે 2 વાગ્યાથી અમલી બની ગયો છે. બંને દેશોના આ જંગમાં તુર્કી, રશિયા અને અમેરિકાની સીધી એન્ટ્રીની સંભાવના વધી ગઈ હતી. જેને કારણે આ જંગ વર્લ્ડવોરનું રૂપ લઈ શકે તેવી આશંકા હતી. તાજેતરમાં જ લેબનોને પણ ઇઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હતો.
ઈઝરાયલ પર રોકેટ હુમલા રોકવા સતત દબાણ વધી રહ્યું હતું. ઈઝરાયલની સૌથી નજીક મનાતા દેશ અમેરિકાએ પણ હમાસ પર હુમલા રોકવાની અપીલ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સંઘર્ષ વિરામની જાહેરાતના એક દિવસ પહેલા નૈતન્યાહૂ સાથે વાત કરી હતી. જો કે શરૂઆતમાં ઈઝરાયલે અમેરિકાની અપીલ અવગણીને લડાઈને નિર્ણાયક મોડ પર લઈ જવાની વાત કહી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, યુદ્ધમાં અત્યાર સુધીમા 64 બાળકો અને 38 મહિલાઓ સહિત 227 લોકો માર્યાં ગયા છે. 1600થી વધુ લોકો ઘાયલ થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33