નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના સરકારી આવાસ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હીના લ્યુટિયન્સ ઝોન સ્થિત 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર તેમનું નિવાસસ્થાન આવેલું છે, જ્યાં બુધવારે સવારે આશરે 8:05 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
શરૂઆતમાં ફાયર બ્રિગેડને કોઠી નંબર 2માં આગ લાગી હોવાની માહિતી મળી હતી, પરંતુ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે આગ કોઠી નંબર 21 (રવિશંકર પ્રસાદનું નિવાસસ્થાન) માં લાગી હતી. આગ ઘરના એક રૂમમાં રાખેલા બેડ (પલંગ) માં લાગી હતી. આગની જ્વાળાઓ દેખાતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
સૌથી રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. જે સમયે રૂમમાં આગ લાગી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આગનું કેન્દ્ર બેડ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
#WATCH | Delhi | Fire tenders and Delhi Police Forensics Team at the spot after a fire broke out at BJP MP Ravi Shankar Prasad's residence. Further details awaited. pic.twitter.com/HwkhCw98gI
— ANI (@ANI) January 14, 2026
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30