Mon,13 April 2026,1:25 pm
Print
header

પીએમ મોદીના શબ્દો, શું ઇરાન યુદ્ધને કારણે ખરેખર દેશમાં ગંભીર સ્થિતી ઉભી થશે ?

  • Published By Mahesh patel
  • 2026-03-24 15:41:14
  • /

પીએમ મોદીના શબ્દો, શું ઇરાન યુદ્ધને કારણે ખરેખર દેશમાં ગંભીર સ્થિતી ઉભી થશે ? 

કોરોના સમય જેવી ગંભીર સ્થિતી માટે દેશવાસીઓએ તૈયાર રહેવું પડશે !

ઇરાન- ઇઝરાયેલ- અમેરિકા યુદ્ધ લાંબુ ચાલે તેવી શક્યતા

દેશમાં હજુ સ્થિતી ચિંતાજનક થઇ શકે છે ! વડાપ્રધાન મોદીએ લોકોને કરી આ અપીલ

દેશમાં ગેસ, પેટ્રોલ- ડીઝલની અછતને લઇને ચિંતા વધી

ગુજરાતમાં પેટ્રોલપંપો પર લોકોની લાંબી લાઇનો લાગી 

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાન-ઇઝરાયેલ-યુએસ યુદ્ધને લઇને ચિંતા વ્યક્ત કરી છે, કહ્યું કે જો આ યુદ્ધ લાંબુ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ  નિર્ભરતા ન રહે. આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે. તેમાંથી બહાર આવવામાં દુનિયાને ઘણો સમય લાગશે. સરકાર બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્વમાં ગંભીર ઉર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થયા છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું  નિધન થયું છે, તેમના પરિવારોને મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. LPG ને લઇને તેમને ચિંતા વ્યક્ત કરી, પેટ્રોલ અને ડીઝલની સપ્લાય જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે.

મોદીએ વધુમાં કહ્યું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા સાથે સતત સંપર્કમાં છીએ. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાતચીત કરી છે. કોમર્શિયા જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્સફરાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 

દેશવાસીઓએ મોટા સંકટ માટે તૈયાર રહેવું પડશે: મોદી

આ સંકટ અલગ પ્રકારનું છે તેથી આપણે ધૈર્ય સાથે શાંત મને દરેક સંકટનો સામનો કરવાનો છે. યુદ્ધમાં પળેપળ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આપણે દરેક સંકટથી લડવા તૈયાર રહેવું પડશે. દેશ પહેલા પણ કોરોના જેવી સ્થિતીમાં અડીખમ જ હતો અને આગળ પણ આપણે એક થઇને લડવાનું છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch