Thu,25 April 2024,6:34 pm
Print
header

જુઓ વીડિયો, ઈરાનના તહેરાનમાં યુક્રેનનું પેસેન્જર વિમાન ક્રેશ, 180 મુસાફરોનાં મોત

ઇરાન: અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતી વચ્ચે તહેરાન એરપોર્ટ નજીક યુક્રેનનું એક પેસેન્જર વિમાન ક્રેશ થઇ ગયું છે, 180 મુસાફરોને લઇને જઇ રહેલું આ વિમાન ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ થઇ ગયું છે, ઇરાની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ બોઇંગ 737 એ જ્યારે ઉડાન ભરી ત્યારે તેમાં ટેક્નિકલ ખામી આવી હતી અને તેહરાન એરપોર્ટ પરથી યુક્રેન જવા ટેકઓફ કર્યાની થોડી મીનિટોમાં જ તે ક્રેશ થઇ ગયું હતુ.

ઇરાન સરકાર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, બચાવ ટીમો જ્યાં વિમાન ક્રેશ થયું છે, ત્યાં પહોંચી ગઇ છે.પરંતુ તેમાં મુસાફરી કરી રહેલા લગભગ તમામ 180 મુસાફરોનાં મોત થઇ ગયાનું જાણવા મળ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch