Sat,17 October 2026,5:59 am
Print
header

વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

  • Published By
  • 2026-09-22 18:20:49
  • /

(file phot)

  • મધ્યસ્થીઓ દ્વારા અમેરિકાને મોકલ્યો પ્રસ્તાવ
  • મુજતબા ખામેનેઈએ આપી મંજૂરી

વોશિંગ્ટન ડીસીઃ જો અમેરિકા પોતાનું સૈન્ય દબાણ ઓછું કરવાનું શરૂ કરેશે તો ઈરાન 7 દિવસની અંદર હોર્મુઝની ખાડી ફરીથી ખોલી શકે છે. ઈરાનનો આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે અને તેમાં દુશ્મનાવટનો કાયમી અંત લાવવા માટે ફરીથી વાતચીત શરૂ કરવાની વાત કહેવામાં આવી છે. 

ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ  માહિતી આપતાં જણાવ્યું  કે ઈરાનનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મધ્યસ્થી દેશો સાથે વાતચીત કરવાનું છે. જોકે, અધિકારીએ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ પણ બેઠકની શક્યતાને નકારી કાઢી છે.

અધિકારીએ જણાવ્યું કે આ પ્રસ્તાવને સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ અને સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની મંજૂરી મળી ગઈ છે. ઈરાન પોતાના બંદરોની નાકાબંધી હટાવવાની અને હોર્મુઝની સામુદ્રધુની સાથે જોડાયેલા અમેરિકી સૈન્ય અભિયાનોને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે. 

અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ મારફતે વોશિંગ્ટન પહોંચાડવામાં આવ્યો છે. તેહરાનનું આયોજન ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી દરમિયાન મધ્યસ્થી દેશો સાથે આ પહેલ પર ચર્ચા કરવાનું છે. ઈરાની અધિકારીએ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતની શક્યતાને ફગાવી દીધી હતી, પરંતુ ઉમેર્યું હતું કે જો અમેરિકા ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવે તો સમજૂતી તરફ આગળ વધવાની શક્યતા રહેલી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ટકરાવની સીધી અસર એનર્જી માર્કેટ અને વૈશ્વિક શિપિંગ પર પડી છે. ઈરાન પણ અમેરિકા આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સાથે જોડાયેલી પોતાની સૈન્ય પ્રવૃત્તિઓ રોકી દે તેવું ઇચ્છે છે.  ઈરાને વાતચીત ફરી શરૂ કરવા માટે અગાઉ સાત શરતો મૂકી હતી, જેમાં બંદરોની નાકાબંધી ખતમ કરવી અને ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિ મુક્ત કરવાનો સમાવેશ થતો હતો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch