Fri,26 April 2024,3:28 am
Print
header

શું યુક્રેનનું પ્લેન ઇરાની મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું હતુ ? કેનડાના વડાપ્રધાનનો આરોપ

બગદાદ: તહેરાન એરપોર્ટની નજીક ઉડાનની ત્રણ મીનિટોમાં જ યુક્રેનનું પેસેન્જર પ્લેન તૂટી પડ્યું અને 180 લોકોના મોત થઇ ગયા, ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે આ પ્લેન તૂટવાને લઇને દુનિયાભરમાં ચર્ચાઓ થઇ રહી છે, હવે અમેરિકા પછી કેનડાએ પણ પ્લેન ક્રેશને લઇને સવાલ ઉભા કર્યા છે. કેનડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે અમારી ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે ઇરાનની મિસાઇલથી જ યુક્રેનનું પ્લેન તોડી પાડવામાં આવ્યું હતુ, જો કે તેમને એમ પણ કહ્યું કે ઇરાન દ્વારા ઇરાદાપૂર્વક આ કૃત્ય નથી કરાયું, સવાલ ઉભા થયા છે કે પ્લેન ટેક્નિકલ ખામીથી તૂટી પડ્યું છે કે પછી મિસાઇલથી હુમલો કરાયો હતો ?

નોંધનિય છે કે વિમાન ક્રેશમાં કેનડાના 63 નાગરિકોનાં મોત થયા છે, બીજી તરફ અમેરિકાએ પણ આરોપ મુક્યો છે કે ઇરાને ભૂલ કરીને આ પ્લેનને મિસાઇલથી તોડી પાડ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch