Thu,18 April 2024,9:54 am
Print
header

યુક્રેનનું પ્લેન તોડી પાડનારા ઇરાન સામે રોષ, 176 લોકોનાં મોત પછી રસ્તાઓ પર ઉતરી આવ્યાં લોકો

બગદાદઃ ઇરાની સેનાએ યુક્રેનના પ્લેન પર મિસાઇલથી હુમલો કરીને 176 લોકોની હત્યા કરી નાખી છે, તેમને ભૂલ હોવાની વાત કરીને માફી માંગી છે, પરંતુ હવે યુક્રેન સહિતના દેશોએ ઇરાન પાસે વળતર માંગ્યું છે, બીજી તરફ મૃતકોના પરિવારો અને સંગઠનો દ્વારા તહેરાનમાં યુનિવર્સિટી પાસે ઇરાન સરકાર સામે વિરોધ શરૂ થઇ ગયો છે, ઇરાનમાં દેખાવકારોને સપોર્ટ કરવા જઇ રહેલા બ્રિટીશ એમ્બેસેડરની પણ અટકાયત કરાઇ હતી.

યુક્રેન પ્લેન ક્રેશમાં ઇરાન સિવાય, યુક્રેન, કેનડા, અને ઓસ્ટ્રેલિયાના મુસાફરોના પણ મોત થઇ ગયા છે, બીજી તરફ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે ઇરાનના તહેરાનમાં થઇ રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો પર નજર રાખી રહ્યાં છીએ, ટ્રમ્પે મૃતકોના પરિવારજનો પ્રત્યે શોકની લાગણી દર્શાવી હતી, લોકોની માંગ છે કે 176 લોકોનાં મોત મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch