તેહરાન: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષના 22મા દિવસે ઈરાન પર ભયંકર બોંબમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ ગણાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા જોતા ઈરાની ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર થયેલો આ હુમલો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ઈરાની સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એક મોટી રાહત મળી છે કે કોઈ રેડિયેશન ફેલાયું નથી. પરમાણુ કચરો ફેલાવાનો જે મોટો ખતરો હતો તે હાલ પૂરતો ટળી ગયો હોવાનો દાવો છે.
ઈરાન સરકારના જણાવ્યા મુજબ, આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા નાગરિકો સંપૂર્ણ સુરક્ષિત છે. ઈરાને કહ્યું કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા અને તેને નષ્ટ કરવાના બદઈરાદાથી આ મિશન પાર પાડવામાં આવ્યું છે.
નોંધનીય છે કે અગાઉ જૂન-2025માં પણ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં અમેરિકા સીધું જ સામેલ થયું હતું. તે સમયે પણ નતાંજ પ્લાન્ટ મુખ્ય ટાર્ગેટ પર હતો. હવે ફરી એકવાર આ જ સંવેદનશીલ સ્થળ પર હુમલો કરીને અમેરિકા-ઈઝરાયેલે ઈરાનની એનર્જી અને પરમાણુ ક્ષમતા પર મોટો પ્રહાર કર્યો છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40