Tue,16 April 2024,9:19 pm
Print
header

ઇરાને અમેરિકી એરબેઝ પર હુમલો કર્યાના સેટેલાઇટ ફોટો સામે આવ્યાં, 80 અમેરિકી સૈનિકોને માર્યા હોવાનો દાવો

બગદાદ: ઇરાને જનરલ કાસિમના મોતનો બદલો લઇ લીધાનો દાવો કરીને અમેરિકાના 80 સૈનિકોને ઠાર કર્યા હોવાનું કહ્યું છે, જો કે ટ્રમ્પે આ વાત ખોટી ગણાવી છે,બીજી તરફ મીડિયા રિપોર્ટમાં સામે આવેલા સેટેલાઇટ ફોટો કહી કહ્યાં છે કે ઇરાકમાં આવેલા અમેરિકી એરબેઝ પર ઇરાની સેનાએ હુમલો કર્યો હતો અને અહીની 7 જેટલી ઇમારતોને નુકસાન પણ થયું છે, સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ દેખાય છે કે અહી હુમલો થયો હતો, ઇરાનના પાડોશી દેશ ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય એરબેઝ આવેલા છે. 

બગદાદમાં આવેલી અમેરિકી એમ્બેસી પાસે પણ બે મિસાઇલથી હુમલો કરાયો છે, ગ્રીનઝોન ગણાતા આ વિસ્તારમાં વિદ્રોહીઓએ અમેરિકી એમ્બેસીને નિશાન બનાવી હોવાનું જાણવા મળ્યું છે, શિયા વિદ્રોહી સંગઠન હાશેદે આ કૃત્ય કર્યાની આશંકા છે, આ સંગઠન અમેરિકા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, બીજી તરફ અમેરિકાએ ખાડીમાં તેના વધુ સૈનિકો તૈનાત કરતા બંને દેશો વચ્ચે મોટા યુદ્ધની સંભાવના વધી ગઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch