Thu,25 April 2024,7:30 pm
Print
header

સિનિયર IPS અધિકારી વિકાસ સહાયને નવા કાર્યકારી DGPનો ચાર્જ સોંપાયો

વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ ગુજરાતના નવા કાર્યકારી DGP ના નામની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર IPS વિકાસ સહાયને નવા કાર્યકારી DGP નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ માટે 3 IPS અધિકારીઓના નામો ચર્ચામાં હતા. સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. 

વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. આજે DGP તરીકેનો આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેથી 1989 બેંચના IPS અધિકારી વિકાસ સહાયને કાર્યકારી પોલીસ વડા તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. 10 દિવસ બાદ કાયમી ડીજીપીની નિમણુંક કરાશે.

વિકાસ સહાય 1989 બેંચના IPS ઓફિસર છે. તેઓ 1999માં આણંદમાં SP હતા. 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી હતી. એડિશનલ CP તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી હતી, 2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી હતી. રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટમાં પણ કામ કર્યું છે.હાલમાં તેઓ કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch