Fri,19 April 2024,4:59 pm
Print
header

પાકિસ્તાને જમાત-ઉદ્દ-દાવાના 4 આતંકીઓની ધરપકડનું નાટક કર્યું, FATFમાં બ્લેક લિસ્ટ થવાના ડરથી કાર્યવાહી

ઈસ્લામાબાદ: આતંકવાદનો અડ્ડો બની ગયેલું પાકિસ્તાન હવે દુનિયાભરમાંથી ઘેરાયું છે, આતંકી સંગઠનોને મળતી નાણાંકીય મદદ બંધ ન થતા ફાઇનાન્સિયલ ટાસ્ક એક્સન ફોર્સ (FATF) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની તૈયારીમાં છે, આ સંસ્થા ટેટર ફંડ અને મની લોન્ડરિંગ પર સતત નજર રાખે છે અને પાકિસ્તાનને આ મામલે સાવચેત કરવામાં આવ્યું છે, જો તે આતંકીઓ સામે કાર્યવાહી નહીં કરે તો પાકિસ્તાનને મળતી તમામ પ્રકારની મદદ બંધ કરી દેવામાં આવશે, પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે બ્લેક લિસ્ટમાંથી બચવા નાટક કરીને આતંકી સંગઠન જમાત-ઉદ્દ-દાવાના 4 આતંકવાદીઓની ધકપકડ કરી છે. હાફિઝ યાહ્યા, અઝિઝ મોંહમદ, ઝફર ઇકબાલ અને ઇકબાલ સલામને જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.

જમાત-ઉદ્દ-દાવાએ હાફિદ સઇદનું આતંકી સંગઠન છે અને હાફિદે અગાઉ ભારતમાં હુમલા કરાવ્યાં છે, પાકિસ્તાની સેના અને હાફિદ સઇદે કાશ્મીર મામલે ભારતમાં હુમલાનું ષડયંત્ર કર્યું છે, ત્યારે પાકિસ્તાને 4 આતંકીઓને પકડીને જેલમાં નાખવાનું નાટક કર્યું છે, પરંતુ તેનો અસલી ચહેરો દુનિયાની સામે જ છે, કારણ કે હજુ પણ પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch