Tue,23 April 2024,12:24 pm
Print
header

Big News- ઇરાનની મિસાઇલથી જ પ્લેન તોડી પાડવામાં આવ્યું હતુ, ઇરાને ભૂલ સ્વીકારી

બગદાદઃ આખરે ઇરાને સ્વીકારી લીધું છે કે તેમની ભૂલને કારણે યુક્રેનનું વિમાન તૂટી પડ્યું છે, જેમાં 176 લોકોનાં મોત થઇ ગયા છે, અમેરિકા, કેનડા અને બ્રિટને પહેલા જ કહી દીધું હતુ કે યુક્રેન એરલાઇન્સનું વિમાન ટેકનિકલ ખામીને કારણે નહીં પરંતુ ઇરાનના હુમલાને કારણે તૂટી ગયું છે, હવે પ્લેન ક્રેશના દિવસો પછી ઇરાને તેમની ભૂલ સ્વીકારવી પડી છે. ઇરાની સરકારના જણાવ્યાં મુજબ મિસાઇલની રેન્જમાં આવી જતા આ પ્લેન તૂટી પડ્યું હતુ.

નોંધનિય છે કે તહેરાન એરપોર્ટ પરથી યુક્રેનના બોઇંગ વિમાને ઉડાન ભર્યાની ત્રણ જ મીનિટોમાં મિસાઇલથી તેને તોડી પાડવામાં આવ્યું હતુ, જેમાં ઇરાનના 82 અને કેનડાના 63 નાગરિકોના મોત થઇ ગયા છે, ઉપરાંત બ્રિટન અને યુક્રેનના નાગરિકોનાં પણ મોત થઇ ગયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch