રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવાનો
આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું
નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિન પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને અન્ય મહાનુભાવોના જીવ જોખમમાં છે. મીડિયા અહેવાલો અનુસાર ગુપ્તચર માહિતીના રિપોર્ટ મુજબ પીએમ મોદી અને ભારતના 75માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણીમાં હાજરી આપનારી હસ્તીઓ માટે ખતરો છે.
5 મધ્ય એશિયાઈ દેશો કઝાકિસ્તાન કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન (Uzbekistan)ના નેતાઓને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે આ બધાની વચ્ચે નોંધમાં કહેવામાં આવ્યું છે કે આ ખતરો પાકિસ્તાન અફઘાનિસ્તાન (Afghanistan-Pakistan) સ્થિત આતંકી જૂથો તરફથી છે.
ઇન્ટેલિજન્સ એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર PM મોદી તથા અન્ય મહાનુભાવોના જીવને જોખમમાં મુકી શકે તેવા સંભવિત આતંકવાદી ષડયંત્ર વિશે ઇનપુટ મળ્યાં છે. નવ પાનાનો આ ઈન્ટેલિજન્સ ઈનપુટ છે. જેની એક નકલ ઈન્ડિયા ટુડે દ્વારા એક્સેસ કરવામાં આવી છે. તે દર્શાવે છે કે PM મોદી અને અન્ય મહાનુભાવો કે જેઓ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેશે તેમના માટે ખતરો છે.
ઈનપુટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ખતરો પાકિસ્તાન-અફઘાનિસ્તાનના જૂથો તરફથી છે. આ જૂથોનો ઉદ્દેશ્ય ઉચ્ચ સ્થાન ધરાવતા મહાનુભાવોને નિશાન બનાવવા અને જાહેર મેળાવડા, નિર્ણાયક સંસ્થાઓ અને ભીડવાળા સ્થળોને તોડફોડ વિક્ષેપ કરવાનો છે. ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથો છે.
રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્ય મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવાનો, સાર્વજનિક મેળાવડા, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાનો છે. ડ્રોનથી પણ હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઈનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba), ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન (Hizb-ul-Mujahedeen) જેવા આતંકવાદી સંગઠનો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મુંદ્રા પોર્ટ પરથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો- gujarat post
2022-05-26 17:35:02
અમદાવાદ: યુ.એન.મહેતા હોસ્પિટલમાં RMO ડોક્ટર કૌશિક બારોટની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, જાણો શું છે કેસ- gujarat post
2022-05-26 17:32:43
શ્રીનગરઃ જોજીલા પાસેની ઊંડી ખીણમાં ગાડી ખાબકી, સુરતના એક યુવક સહિત 9 લોકોનાં મોત - Gujarat Post
2022-05-26 16:21:21
હિંમતનગર, અમદાવાદ સહિત 40 જગ્યાઓએ IT ના દરોડા, AGL સહિતની કંપનીઓ પર સકંજો- Gujarat Post
2022-05-26 13:43:06
પાકિસ્તાનઃ ઈમરાન ખાનની આઝાદી માર્ચ બની હિંસક, સમર્થકોએ મેટ્રો સ્ટેશનને લગાવી દીધી આગ- Gujarat Post
2022-05-26 09:58:19
સી.આર.પાટીલને ગેસના બાટલાના ભાવ મામલે સવાલ કરનાર વૃદ્ધનું માઇક છીનવી લેવાયું- Gujarat Post
2022-05-26 09:41:45
ભાવેશ સોનાણીનો ઘટસ્ફોટ, હાર્દિકે ટિકિટ અપાવવા પૈસા પડાવ્યાં, તેના કહેવાથી મેં માંડવિયાને જૂત્તું માર્યું હતું- Gujarat Post
2022-05-26 08:36:05
પાટીલે કહ્યું ભરતસિંહનું ચસકી ગયું છે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો- Gujarat Post
2022-05-25 21:30:30
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો વધુ વિગતો- Gujarat Post
2022-05-25 20:17:22
આંધ્ર પ્રદેશઃ જિલ્લાનું નામ બદલવા મામલે ટોળાંએ મંત્રીનું ઘર સળગાવ્યું- Gujarat post
2022-05-24 23:06:39
ટેરર ફંડિંગ કેસઃ કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારતા સુરક્ષાદળો પર પથ્થરમારો- Gujarat Post
2022-05-25 18:48:01
કેન્દ્ર સરકાર બાદ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો- Gujarat post
2022-05-22 22:01:06
PM મોદી આજે જશે જાપાન, ક્વાડ સંમેલનમાં લેશે ભાગ- Gujarat Post
2022-05-22 10:42:26