Fri,19 April 2024,8:19 am
Print
header

ઈન્ડોનેશિયાની જેલમાં ભીષણ આગ લાગતા 41 કેદીઓ જીવતા ભડથું થઇ ગયા

જકાર્તાઃ ઈન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતમાં મધરાતે એક જેલમાં ભીષણ આગ લાગતા 41 જેટલા કેદીઓના મોત થઇ ગયા છે. અનેક કેદીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તંગરેંગ જેલના બ્લોકમાં રાતે લગભગ 1થી 2 વાગ્યાની વચ્ચે આ આગ લાગી હતી.આગ કઇ રીતે લાગી તેની તપાસ થઈ રહી છે. 

બેન્ટન પ્રાંતની તંગરેંગ જેલના બ્લોક Cમાં ક્ષમતા કરતા વધુ કેદી રાખવામાં આવ્યાં હતા. આ બ્લોકમાં 122 કેદી રાખવાની ક્ષમતા છે પરંતુ અહીં વધુ કેદી હતી, જેલના આ બ્લોકમાં નશીલી દવાઓ સંબંધિત ગુનો કરનારા કેદીઓને રાખવામાં આવ્યાં હતા. અકસ્માતમાં અનેક કેદીઓ ગંભીર રીતે દાઝી ગયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ આગ પર કાબૂ મેળવીને બ્લોક C ને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch