Fri,19 April 2024,9:17 am
Print
header

ઈન્ડોનેશિયામાં ધોધમાર વરસાદથી ભારે તબાહી, 73 લોકોના મોત

ઈન્ડોનેશિયાઃ ભારે વરસાદને લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનથી ઈન્ડોનેશિયામાં ભારે તબાહી મચી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 73 લોકોના મોત થઇ ગયા છે, સરકારી નિવેદનમાં જણાવ્યું છે કે પૂર્વ તિમોરમાં જ 27 લોકોનાં મોત થયા છે. ચક્રવાતી તોફાનથી થઇ રહેલુ નુકસાન હજુ પણ કેટલાક દિવસો સુધી યથાવત રહેશે તેવી શંકા વ્યક્ત કરી છે. વરસાદ સતત ચાલુ રહેતા બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. 

ભારે વરસાદ અને પૂરને કારણે રસ્તાઓ પણ તૂટી ગયા છે. આ સ્થિતિમાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. ભારે નુકસાન પહોંચાડનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડુ સેરોજાથી દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં પણ પહોંચવાની શંકા છે. તે ઓસ્ટ્રેલિયાની તરફ દક્ષિણમાં આગળ વધી રહ્યું છે. 

પૂરને કારણે મોટી સંખ્યામાં મકાનોને ભારે નુકસાન થયું છે.કેટલાક મકાનો તણાઇ ગયા છે બચાવ કામગીરીમાં વપરાતા ભારે અને આધુનિક ઉપકરણોના અભાવને કારણે પણ બચાવ કામગીરી ગતિ ધીમી છે. મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થવાને કારણે અનેક લોકો ઘરવિહોણા બની ગયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch