Wed,31 May 2023,2:10 am
Print
header

ભારતની નવી ભવ્ય સંસંદનો આ રહ્યો અંદરનો નજારો, મોદીએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો શેર કરતા કહ્યું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગર્વ કરાવશે. તેમને નવા બનેલા કેમ્પસનો વીડિયો શેર કર્યો હતો. ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને પીએમ મોદીએ લોકોને 'માય પાર્લામેન્ટ માય પ્રાઈડ' હેશટેગનો ઉપયોગ કરીને તેમના 'વોઈસઓવર' સાથે વીડિયો શેર કરવા વિનંતી કરી છે.

તેમણે કહ્યું, “નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. આ વીડિયો આ આઇકોનિક બિલ્ડિંગની ઝલક પૂરી પાડે છે. મારી ખાસ વિનંતી છે. આ વિડિયો તમારા પોતાના અવાજ (વોઈસઓવર) સાથે શેર કરો જે તમારા વિચારો વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલાકને રીટ્વીટ કરીશ. માય પાર્લામેન્ટ માય પ્રાઇડ હેશટેગનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં." નવી સંસદ ભવનનું રવિવારે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. આ સમારોહની શરૂઆત વહેલી સવારે હવન અને સર્વધર્મ પ્રાર્થનાથી થશે.આ પછી વડાપ્રધાન મોદી લોકસભાનું ઔપચારિક ઉદ્ઘઘાટન કરશે.

ઉદ્ઘઘાટન સમારોહમાં 25 પક્ષો હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યારે 20 વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકસભા અને રાજ્યસભા સહિત નવા સંસદ ભવનનાં બાહ્ય અને આંતરિક ભાગની ઝલક જોવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું કે પૂજા- હવન સવારે 7 વાગ્યે નવી બિલ્ડિંગની બહાર કરાશે અને શૈવ મઠના મહંત મોદીને ઔપચારિક રાજદંડ 'સેંગોલ' સોંપશે.

નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સહિક અન્ય નેતાઓ હાજર રહેશે. ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બાંધકામ વિસ્તાર 64,500 ચોરસ મીટર છે. આ ઈમારતના ત્રણ મુખ્ય દરવાજા છે - જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch